GUJARATMEHSANAVIJAPUR

પી.એમ.જે.વાય-મા યોજના મહેસાણા જિલ્લાના લાભાર્થિઓ માટે બની આશીર્વાદ યોજના

પી.એમ.જે.વાય-મા યોજના મહેસાણા જિલ્લાના લાભાર્થિઓ માટે બની આશીર્વાદ યોજના
કુલ ૮૮૧૧૦૪ જેટલા લાભાર્થિઓ ના મા- કાર્ડ બન્યા છે મહેસાણા જિલ્લો અત્યારે ગુજરાત મા ૬ નંબર પર સૌથી વધુ કાર્ડ બનાવનાર જિલ્લો ૯૦ સરકારી તેમજ ૩૩ પ્રાઇવેટ હોસ્પિટલ પી.એમ.જે.એવાય – મા યોજના વિનામુલ્યે રોગોની સારવાર આપે છે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- મા યોજના દિવસે ને દિવસે લોકો માટે આશિર્વાદ રુપ સાબિત થાય છે . એક્પણ વ્યક્તિ પૈસાના અભાવે પોતાનો જીવ ના ગુમાવે કે કોઇ પણ ઘર બિમારી ના લીધે પોતાના ઘરનો સભ્યના ગુમાવે તેના માટે ભારત અને ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અસ્તિત્વ મા આવી. આ પી.એમ.જે.એવાય – મા યોજના અંતર્ગત ગુજરાત અને ભારતના તમામ શહેરો અને ગ્રામિણ કક્ષાએ સરકારી/ પ્રાઇવેટ હોસ્પિટલમા સારવાર શક્ય બની છે. જેમાં ગંભીર થી અતિગંભીર બિમારી ઓ જેમકે હ્રદય રોગ/ કેંસર/ કિડની ના રોગ/ અકસ્માત સારવાર/ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવી સારવાર વિનામુલ્યે કરવામાં આવે છે. પી.એમ.જે.એવાય – મા યોજના અંતર્ગત લાભાર્થિઓ ને સારવાર ની સાથે સાથે ઘરે આવવા જવા માટે વાહન ભાડુ પણ આપવામાં આવેછે મહેસાણા જિલ્લામાં પી.એમ.જે.એવાય – મા યોજનાનો વ્યાપ વધી રહ્યો છે. જિલ્લા ના નાગરિકો અને આરોગ્ય વિભાગના સહિયારા પ્રયાસો અને લોકજાગ્રુતિ થકી આજે મહેસાણા જિલ્લા મા કુલ ૮૮૧૧૦૪ જેટલા લાભાર્થી ઓ ના કાર્ડ બનવા પામ્યા છે જે ગુજરાત મા ૬ નમ્બર પર સૌથી વધુ કાર્ડ નિકાળવાની કામગીરી કરનાર જિલ્લો છે. જિલ્લા મા ૯૦ સરકારી તેમજ ૩૩ પ્રાઇવેટ હોસ્પિટલ પી.એમ.જે.એવાય – મા યોજના થી જોડાયેલ છે તેમજ રોગોની સારવાર વિનામુલ્યે આપે છે. નાની બિમારી થી લઇને મોટી ગંભીર બિમારીની સારવાર પી.એમ.જે.એવાય – મા યોજના અંતર્ગત સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો આપાતા લાભાર્થિઓ ના ખિસ્સા પર ખર્ચ નો બોજો ઘટવા પામ્યો છે. તેમજ પી.એમ.જે.એવાય – મા યોજના અંતર્ગત લાભાર્થીઓ આર્થિક/ શારિરીક/ માનસિક/ સામસ્યાઓ થી મુકત થઈ રહ્યા છે જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મહેશ કાપડિયા તેમજ આરોગ્ય વિભાગ મહેસાણાની ટીમના પ્રયાસો થકી મહેસાણા જિલ્લા ના અંતરિયાળ ગામો અને તાલુકાઓમાં પણ જનભાગીદારી થકી પી.એમ.જે.એવાય – મા યોજનાનો લાભ હજુ વધુ લાભાર્થીઓ લે તે હેતુથી ગામે ગામ કાર્ડ નિકાળવાના કેમ્પ નુ આયોજન કરવામા આવે છે. જિલ્લા આરોગ્ય વિભાગ મહેસાણા મા પી.એમ.જે.એવાય – મા યોજના પ્રોગ્રામ ઓફિસર શ્રી ખુશ્બુ બેન પટેલના જણાવ્યા મુજબ મહેસાણા જિલ્લો અત્યારે ગુજરાત મા ૬ નંબર પર સૌથિ વધુ કાર્ડ બનાવનાર જિલ્લો છે. તથા વર્ષ ૨૦૨૨-૨૩ મા કુલ ૩૬૭૦૬ પી.એમ.જે.એવાય – મા યોજના ક્લેમ થયેલ જે ૭૨૧.૪૮ લાખ રુપિયા ની સારવાર જિલ્લા ના લાભાર્થીઓ ને મળવા પામી હતી.હોસ્પિટલ ના થયેલ ક્લેમ ૨૦૨૧-૨૨ કુલ ક્લેમ ની રકમ (કરોડમા)૨૦૨૧-૨૨ થયેલ ક્લેમ ૨૦૨૨-૨૩ કુલ ક્લેમ ની રકમ(કરોડમા) ૨૦૨૨-૨ થયેલ ક્લેમ ૨૦૨૩-૨૪ કુલ ક્લેમ ની રકમ (કરોડમા) ૨૦૨૩-૨૪
કોટેજ હોસ્પિટલ- ઉંઝા ૨૩૩ ૦.૫૦ ૨૭૫ ૦.૪૯ ૫૭૦ ૦.૩૭
ગવર્મેંન્ટ હોસ્પિટલ- કડિ ૫૨૦ ૧.૦૯ ૬૧૪ ૧.૧૭ ૫૨૪ ૦.૬૦
સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ- વિસનગર ૩૯૫ ૦૮૩ ૭૦૮ ૦.૯૮ ૮૫૮ ૦.૫૫
મેડિકલ કોલેજ વડનગર ૨૩૯ ૦.૬૨ ૪૭૩ ૧.૧૧ ૫૬૩ ૦.૮૩
જનરલ હોસ્પિટલ મહેસાણા ૬૨૦ ૧.૨૬ ૧૩૫૮ ૨.૦૪ ૧૨૧૪ ૧.૨૦
મહેસાણા જિલ્લા આરોગ્ય કચેરીના અથાગ પ્રયત્નો થકી આજે મહેસાણા જિલ્લા મા પી.એમ.જે.એ.વાય-મા યોજના જિલ્લા ના નાગરિકો માટે વરદાન રુપ સાબિત થવા પામી છે એમ જિલ્લા એસ.બી.સી.સી કોમ્યુનિકેટરશ્રી એન.ડી.તપોધન જણાવે છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button